Friday, March 6, 2026

વાંકાનેર હાઈવે પરથી અજાણ્યા પુરુષની લાશ મળી; વાલીવારસની શોધખોળ માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઇ

Advertisement
Advertisement
Advertisement

મૃતક વિશે કોઈને માહિતી હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગારીડા ગામ પાસે હાઈવે રોડ પર આવેલ તીરથ હોટલની સામેની ભેખડ પરથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. અંદાજે ૪૦ થી ૪૫ વર્ષની વયના આ અજાણ્યા પુરુષે લીમડાના ઝાડ સાથે ચાદરના લીરા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતકની લાશનું વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેના વાલીવારસ મળી આવ્યા ન હોવાથી મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. મૃતકની ઓળખ માટેના વર્ણનની વિગતો જોઈએ તો, મૃતક પુરુષ આશરે ૪૦ થી ૪૫ વર્ષની વયના છે અને તેમનો બાંધો પાતળો છે તથા માથાના વાળ કાળા અને સફેદ છે. પહેરવેશમાં તેઓએ બ્લુ કલરનું આખી બાંયનું ટીશર્ટ અને તેની નીચે કાળા કલરનું આખી બાંયનું ટીશર્ટ પહેરેલ છે, તેમજ નીચે કાળા અને સફેદ કલરની ચેક્સ વાળી લુંગી તથા મહેંદી કલરનો નાઈટ ચડો પહેરેલો છે.

સબંધિત વ્યક્તિ વિશે જો કોઈને જાણકારી હોય અથવા તેમના વાલીવારસ અંગે કોઈ માહિતી હોય, તો તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલશ્રી એમ.એચ. વાસણીના મોબાઈલ નંબર: ૬૩૫૧૨ ૧૪૮૮૩ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ૬૩૫૯૬૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW