Friday, March 6, 2026

કાંતિભાઈ અમૃતિયાના 64મા જન્મદિવસે મોરબીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

કેન્સર જેવા જટીલ રોગને પરાસ્ત કરી દ્રઢ મનોબળનો પરિચય આપનાર લોકસેવક માટે કાર્યકરોમાં ઉત્સાહ

મોરબી–માળિયા વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ અને લોકસેવક કાંતિભાઈ અમૃતિયા પોતાના જીવનના 64 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. લાખો કાર્યકરો અને શુભેચ્છકોની પ્રાર્થના, માનતા અને લાગણીના બળે તેમણે કેન્સર જેવા જટીલ રોગને પરાસ્ત કરી પોતાના દ્રઢ મનોબળનો પરિચય કરાવ્યો છે.
હાલ તેઓ સારવાર હેઠળ સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં વધુ જોમ અને જુસ્સા સાથે ફરીથી જનસેવામાં પહેલાની જેમ સક્રિય થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે માનવતાભર્યો ઉપક્રમ તરીકે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “આપનું રક્તદાન… બનશે કોઈનું જીવનદાન” ના સંદેશ સાથે વધુમાં વધુ લોકો રક્તદાન કરીને આ દિવસને યાદગાર અને અવિસ્મરણીય બનાવે તે માટે અપીલ કરવામાં આવી છે.
ખાસ કરીને આ દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી બહેનોને પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવા પધારવા માટે વિનંતી કરવામાં આવી છે.
કાર્યક્રમમાં સવારે 8:00 કલાકે દીપ પ્રજ્વલન સાથે કેમ્પનો પ્રારંભ થશે.
કાર્યક્રમ વિગતો:
📅 તારીખ: 08 માર્ચ 2026, રવિવાર
⏰ સમય: સવારે 8:00 કલાકથી
📍 સ્થળ: ઉમા ટાઉનશીપ, મોરબી-2
કાંતિભાઈ અમૃતિયાના નિરોગી, સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના સાથે વધુમાં વધુ લોકો રક્તદાન કરીને માનવતાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આયોજકો દ્વારા અંતરથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW