(મયંક દેવમુરારી)
કચ્છ–મોરબી લોકસભા ક્ષેત્રના સાંસદ Vinod Chavdaનો આજે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે ભાજપના કાર્યકરો, સમર્થકો તથા શુભેચ્છકો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
સાંસદ તરીકે તેઓ કચ્છ અને મોરબી જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. માર્ગ, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિકાસકાર્યો આગળ વધારવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. લોકો વચ્ચે રહીને જનસેવા કરવાના તેમના સ્વભાવને કારણે તેઓ વિસ્તારના લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે.
જન્મદિવસના અવસરે વિવિધ સ્થળોએ કાર્યકરો દ્વારા સેવા કાર્યો, વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ તેમજ શુભેચ્છા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા તેમજ વ્યક્તિગત રીતે તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આ અવસરે તેમના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે મોરબી ગૌરવ સમાચાર તરફથી વિનોદભાઈ ચાવડાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના





