આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મફત મેડિકલ કેમ્પ યોજાયો

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ, મોરબીના સંયુક્ત ઉપક્રમે તા. ૮ માર્ચ, ૨૦૨૬ના રોજ મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ૨૫થી વધુ મહિલાઓએ આરોગ્ય તપાસ અને માર્ગદર્શનનો લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન ડો. ડિમ્પલ વિરામગામ (એમ.એસ. ગાયનેક) દ્વારા ગાયનેકોલોજી સંબંધિત તપાસ, બેઝિક હેલ્થ ચેક-અપ તેમજ માસિક અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગર્ભાવસ્થા, PCOS તથા મેનોપોઝ સંબંધિત સલાહ પણ આપવામાં આવી હતી. સાથે ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા વુમન્સ હેલ્થ ફિઝીયોથેરાપી તથા પ્રિવેન્ટિવ હેલ્થ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ આયોજનમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીયોથેરાપીસ્ટ વુમન્સ સેલ (IAPWC), રાજકોટ બ્રાન્ચ, ગુજરાતનો ખાસ સહયોગ મળ્યો હતો.

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડો. હિરલ જાદવાની, ડો. રાહુલ છતલાણી, ડો. ધ્વનિ નિમાવત અને ડો. ખ્યાતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર આયોજન ડો. મુર્ગાનંદમ પેર્યાસમેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું હતું. કેમ્પ દરમિયાન દર્દીઓની તપાસ ઉપરાંત આરોગ્ય જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી.

આ કેમ્પ દ્વારા સ્થાનિક મહિલાઓને આરોગ્યલાભ મળ્યો હતો તેમજ આરોગ્ય અંગે જાગૃતિ પણ ફેલાઈ હતી. શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW