મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ કામગીરી ઝડપી, PGVCLના ₹16.33 કરોડના બાકી બિલ ચૂકવાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને વધુ પ્રકાશિત અને સુવિધાસભર બનાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર નવા સ્ટ્રીટ લાઇટ પોલ સ્થાપિત કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ, નગરપાલિકા સમયના PGVCLના બાકી વીજ બિલની અંદાજે રૂપિયા 16.33 કરોડની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઈટના મીટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો તેમજ વોટર સપ્લાય પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

આ કામગીરીથી શહેરની આધારીક સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોને રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા તથા સુવિધા મળશે.

આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઇટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW