Sunday, March 15, 2026

માળિયા મિયાણા શહેરમાં દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળિયા મિયાણા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલના પાછળના ભાગે પાણીના ટાંકા પાસે થી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમને માળિયા મિયાણા પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સરકારી હોસ્પિટલના પાછળના ભાગે પાણીના ટાંકા પાસે દરોડો પાડતા એક શખ્સ પાસે થી દેશી હાથ બનાવટી તમંચા (હથિયાર) નંગ–૦૧ કિ.રૂ. ૨૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલા આરોપીની ઓળખ સલીમભાઈ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા (મિયાણા), રહે. હાકમશાપીરની દરગાહ પાસે, માળિયા મિયાણા તરીકે થઈ છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW