મોરબીમાં ઉદ્યોગકારો સાથે પોલીસની મહત્વપૂર્ણ બેઠક, સુરક્ષા અંગે અપાયાં માર્ગદર્શન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે સિરામિક એસોસિએશન હોલમાં ઉદ્યોગકારો અને પોલીસ અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબીના પોલીસ એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી સમીર સારડા, જે એમ આલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ બંધ દરમિયાન કઈ રીતે સુરક્ષા જાળવવી તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે સિરામિક યુનિટો શટડાઉન લઈ રહ્યા હોવાના સંદર્ભમાં ઉદ્યોગકારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા ઉદ્યોગકારોને જણાવાયું હતું કે, યુનિટ બંધ હોય ત્યારે દરરોજ કોઈ એક ભાગીદાર દ્વારા યુનિટની મુલાકાત લેવી જોઈએ અને રોડ સાઇડના CCTV કેમેરા ચાલુ રાખવા જોઈએ. ઉપરાંત, કંપનીના કંપાઉન્ડમાં સુરક્ષા વધારવા ખાસ ભાર મુકાયો હતો જેથી જાનમાલનું રક્ષણ થઈ શકે.

ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી કાર શેરિંગ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી. સાથે જ મજૂરો સાથે કોઈ વાદવિવાદ સર્જાય તો શાંતિપૂર્ણ રીતે તેનો ઉકેલ લાવવા અને ચોરી જેવી ઘટનાઓમાં તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. કાયદો હાથમાં ન લેવાની પણ ખાસ સૂચના આપવામાં આવી હતી

આ બેઠક દ્વારા ઉદ્યોગકારોમાં સુરક્ષા જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW