20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ જે નિમિત્તે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2,500 નંગ ચકલી ઘર દાતા ધરમશીભાઈ મકાસણા તેમજ 2500 કુંડા જે વિવિધ દાતાઓના સહયોગ થી વિતરણ કરવામાં આવ્યા. દર વર્ષ અલગ અલગ દાતા ના સહયોગ થી આ પ્રકારે વિતરણ કરવામાં આવે છે.અત્યાર સુધી માં 20000 કુંડા ,20000 ચકલી ઘર નું વિતરણ કરી ચૂક્યા છે.યુવાનો ની ટીમ આ સેવાકીય પ્રવૃતિ ચલાવી રહી છે. દર વર્ષે 20 માર્ચના દિવસે આ પ્રોજેક્ટ કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થવાના આ યુવાનો પ્રયાસ કરે છે..




