(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી: મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનની વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 161 મતદારો નોંધાયા હતા, જેમાં લગભગ 100 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ચૂંટણીના પરિણામ જાહેર થતાં નરેન્દ્રભાઈ સંઘાતને બહુમતી મળી હતી અને તેમને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ નરેન્દ્રભાઈ સંઘાતને શુભેચ્છાઓ પાઠવી હતી.
સાથે જ અન્ય ઉમેદવારોએ પણ એકતા દાખવીને ટ્રેડના વિકાસ માટે આગળ વધવાની આશા વ્યક્ત કરી હતી.





