આર્યતેજ નર્સિંગ કોલેજ ખાતે ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આજે પીએચસી ભરતનગર તથા આયુષ્માન આરોગ્ય મંદિર, લક્ષ્મીનગરના સંયુક્ત ઉપક્રમે આર્યતેજ નર્સિંગ કોલેજ ખાતે ક્ષયરોગ (ટીબી) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિતોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ તેના લક્ષણો, બચાવ, સમયસર નિદાન અને સંપૂર્ણ સારવાર અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ સમજાવ્યું કે ટીબી એક ચેપજન્ય રોગ હોવા છતાં યોગ્ય અને સમયસર સારવાર દ્વારા સંપૂર્ણપણે સાજો થઈ શકે છે.

આ પ્રસંગે ટીબીના સામાન્ય લક્ષણો જેમ કે બે અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ઉધરસ રહેવી, તાવ આવવો, વજનમાં ઘટાડો, ભૂખ ન લાગવી, રાત્રે પરસેવો આવવો અને નબળાઈ અનુભવવી જેવી બાબતો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે જ ઉપસ્થિતોને સરકાર દ્વારા રાષ્ટ્રીય ક્ષયરોગ ઉન્મૂલન કાર્યક્રમ (NTEP) હેઠળ મફત તપાસ અને સારવાર ઉપલબ્ધ હોવાની જાણકારી પણ આપવામાં આવી.

વિદ્યાર્થીઓને સમયસર તપાસ કરાવવાની અને સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવાની મહત્વતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે અને સમાજમાં ચેપનો ફેલાવો અટકાવી શકાય.

કાર્યક્રમ અંતે “ટીબી મુક્ત ભારત”ના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિદ્યાર્થીઓને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આર્યતેજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફે ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમ પીએચસી ભરતનગર તથા આયુષ્માન આરોગ્ય મંદિર, લક્ષ્મીનગરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW