પાવરગ્રીડ લાઇનમાંથી વાયર ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા, રૂ. 13.50 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહત્વની બાતમી મળી હતી કે પાવરગ્રીડ લાઇનમાંથી વાયર ચોરી કરનાર શખ્સો અંજીયાસર ગામ નજીક ગાંડીવ કારખાના તરફ વાહન સાથે આવી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક ઇન્ટ્રા પીકઅપમાં શંકાસ્પદ હાલતમાં વાયર ભરેલ જોવા મળ્યા હતા. પોલીસે વાહન રોકી કડક પૂછપરછ કરતાં બંને શખ્સોએ પાવરગ્રીડ લાઇનમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

પકડાયેલા આરોપીઓમાં અનીસભાઈ સલેમામદભાઈ મોખા (રહે. ભૂતેશ્વર ફળિયું, ભુજ) અને મુસ્તાકભાઈ હાજીભાઈ મેર (રહે. લોરિયા ગામ, ભુજ)નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓને અંદાજે રૂપિયા 13.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW