ચુંટણી પહેલા આંતરીક બદલીનો ઘાણવો કાઢ્યો ૮૯ પોલીસકર્મીઓને જિલ્લામાં અરસ પરસ કરી બદલી પોલીસબેડામાં બદલીની લહેર
મોરબી: તા. 01/04/2026ના રોજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેના આધારે જિલ્લા પોલીસ વિભાગમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે.
આ બદલી હેઠળ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તેમજ એસ.આઈ. કક્ષાના કુલ 89 કર્મચારીઓને મોરબી સિટી એ, મોરબી સિટી બી, વાંકાનેર, હળવદ, માળિયા, ટંકારા સહિત ટ્રાફિક શાખા, સાયબર ક્રાઇમ અને હેડ ક્વાર્ટર જેવા વિવિધ મથકો પર સ્થળાંતર કરવામાં આવ્યા છે.
ફરજ મુક્ત કરાયેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.




