મચ્છુકાંઠા રબારી સમાજ માટે ઐતિહાસિક ક્ષણ : પ્રથમ વખત કલાસ-1 અધિકારી બન્યા યુવાન!

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડની સિદ્ધિથી સમગ્ર પંથકમાં ગૌરવ અને આનંદની લાગણી

મોરબી:
મચ્છુકાંઠા રબારી સમાજના ઇતિહાસમાં ગૌરવનો એક સુવર્ણ પળ ઉમેરાયો છે. મોરબી જિલ્લાના ચાચાપર ગામના વતની અને પ્રતિભાશાળી યુવાન સુનિલભાઈ વજાભાઈ રાઠોડ કલાસ-1 અધિકારી તરીકે બઢતી મેળવી સમાજ કલ્યાણ વિભાગમાં નાયબ નિયામક (Deputy Director) તરીકે નિમણૂક પામ્યા છે.

વિશેષ નોંધનીય છે કે, મચ્છુકાંઠા રબારી સમાજમાંથી સૌપ્રથમ વખત કોઈ યુવાને આટલું ઊંચું અને પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિની સફળતા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું જીવંત પ્રતિક બની છે. આ સમાચાર પ્રસરી જતા જ મોરબી સહિત સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહની લહેર ફરી વળી હતી.
શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતા સુનિલભાઈને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ મચ્છુકાંઠા રબારી સમાજ માટે ગૌરવનો દિવસ છે. સુનિલભાઈ રાઠોડે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સમાજના દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજની પ્રગતિ અને નવી દિશાનું પ્રતિબિંબ છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ સફળતા એ સાબિત કરે છે કે મક્કમ સંકલ્પ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી કોઈપણ યુવાન ઊંચાઈ સર કરી શકે છે. સુનિલભાઈએ જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે આવનારી પેઢી માટે દીપસ્તંભ સમાન છે. મને વિશ્વાસ છે કે તેઓ પોતાના પદ પર રહીને સમાજના કલ્યાણ માટે ઉત્તમ કામગીરી કરશે અને અનેક યુવાનોને પ્રેરિત કરશે.”

આ પ્રસંગે શ્રી વડવાળા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ સોહનભાઈ રબારી તેમજ ઉપપ્રમુખ હીરાભાઈ ખાંભલા તેમજ જયમલભાઇ કરોતરા સહિતના આગેવાનો અને સમાજના પ્રતિષ્ઠિત લોકોએ પણ સુનિલભાઈને હાર્દિક અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ સફળતા સમગ્ર સમાજ માટે ગૌરવ અને ગર્વની ક્ષણ છે અને યુવાનોને શિક્ષણ તથા મહેનત તરફ પ્રેરણા આપનાર છે.

સુનિલભાઈ રાઠોડની આ નિમણૂક સમાજના દરેક યુવાન માટે એક મજબૂત સંદેશ આપે છે કે સંકલ્પ, સંઘર્ષ અને સમર્પણથી કોઈપણ શિખર સર કરી શકાય છે. સમગ્ર મચ્છુકાંઠા રબારી સમાજ આ ક્ષણને એક નવી શરૂઆત અને પ્રગતિના માર્ગ પરના મહત્વપૂર્ણ પગથિયા તરીકે જોઈ રહ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW