30 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો : મોરબી પોલીસની મોટી સફળતા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ, ધાડ તથા લૂંટના પ્રયાસના બે અલગ-અલગ ગંભીર ગુન્હામાં છેલ્લા આશરે 30 વર્ષથી નાસતો ફરતો આરોપી અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મોરબી જિલ્લા એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેન્જ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ સતત કામગીરીમાં લાગી હતી.

તપાસ દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા અને પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુંદ્રાને ખાનગી સૂત્રો મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે, વર્ષ 1996 અને 1997માં નોંધાયેલા ગુન્હાઓમાં ફરાર આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસિંહભાઈ બીલવાલ હાલ પોતાના ગામ મંડલી બડી, તા.જી. જાબુઆ (મધ્યપ્રદેશ) ખાતે હાજર છે.

માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મંડલી બડીના મેડા ફળીયા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી (ઉંમર 49)ને કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ રીતે, લાંબા સમયથી પોલીસને ચકમો આપતો આરોપી આખરે કાયદાના જાળમાં આવી ગયો છે, જેને લઈને મોરબી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW