ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા કોલ આવેલ કે એક અજાણી મહિલા તેમના બે બાળકો સાથે ઘણા સમયથી એકલા બેઠા છે જેથી તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમની જરૂર છે

માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ પટેલ શીતલબેન તથા પાયલોટ રબારી વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચેલ ત્યા હાજર સજજન વ્યક્તિએ જણાવેલ કે આ મહિલા ઘણા સમયથી તેમના બે બાળકો સાથે એકલા બેઠા હોય
ત્યારબાદ સૌ પ્રથમ ટીમ દ્વારા મહિલાને સાંત્વના આપી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવેલ કાઉન્સલિંગ દરમિયાન મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવેલ કે તેમના પતિ ઘરે હાજર ન હોવાથી અને સાસુ સાથે રકઝક થતા તેઓ પોતાના બે બાળકો લઈ ઘરેથી નીકળી ગયા હતા
ત્યારબાદ ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપી આવી રીતે ક્યારેય પણ ઘરેથી ના નીકળવા માટે સલાહ સુચન માર્ગદર્શન આપી તેમના જણાવેલ સરનામે જઈ તેમના પતિ નું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની અંગે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર ના મળતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી નોંધાવી હતી અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા પતિ ને પણ યોગ્ય સલાહ માર્ગદર્શન આપી તેમના પતિને પત્નીનું ધ્યાન રાખવા માટે સમજાવેલ તેમના પતિએ 181 અભયમ ટીમનો દિલથી આભાર વ્યક્ત કરે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW