માળીયામિંયાણા વેજલપર તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર સુનિતાબેન હિતેશભાઈ સાંતલપરાનો ઝંઝાવાતી પ્રચાર કુંભારીયા ગામે રાત્રીસભાનુ આયોજન કરી સમગ્ર કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પ્રચારનો પ્રારંભ કરી કુંભારીયા ગામે રાત્રીસભા યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં વેજલપર અને કુંભારીયા ગામના સમાજના લોકો જોડાયા હતા વેજલપર તાલુકા પંચાયત સીટ ઉપર આ વખતે ત્રણ પક્ષો સાથે બે અપક્ષ ઉમેદવારો મેદાને પડતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વેજલપર તાલુકા પંચાયત સીટ ઉપર પાંચ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે વેજલપર કોળી ઠાકોર સમાજના આગેવાનો વડીલો અને યુવા કાર્યકર્તાઓ દ્વારા જોરશોરથી ચુંટણી પ્રચાર શરૂ કરી કોળી ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવાર સુનિતાબેન હિતેશભાઈ સાંતલપરાનો પ્રચારના શ્રીગણેશ કર્યા છે




