મોટી ઉંમરના વયોવૃદ્ધ મતદાતાઓએ વ્હીલચેર અને લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી ‘પવિત્ર ફરજ’ બજાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં લોકશાહીના મહાપર્વમાં વરિષ્ઠ મતદારો બન્યા પ્રેરણાસ્ત્રોત; શારીરિક અશક્તિને મતાધિકારના જોશથી હરાવી

યુવા પેઢી માટે ઉદાહરણ: વરિષ્ઠ નાગરિકોની મતદાન પ્રત્યેની નિષ્ઠાએ લોકશાહીની ગરિમા વધારી

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આજે મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારોએ હોંશે હોંશે મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી છે.

શારીરિક અશક્ત હોવા છતાં, અનેક વરિષ્ઠ મતદારો પોતાના પરિવારજનોના સહારે, લાકડીના ટેકે કે વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી વ્હીલચેર કે સ્ટ્રેચર ની સહાયથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. તેમની આંખોમાં જોવા મળતો મતદાન પ્રત્યેનો ઉત્સાહ અને આંગળી પર લાગેલી અમિટ શાહીનો ગર્વ યુવા પેઢી માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

વરિષ્ઠ નાગરિકશ્રી એમ.જે. માકડીયાએ જણાવ્યું હતું કે, “અમે દાયકાઓથી મતદાન કરીએ છીએ અને લોકશાહીના નિર્માણમાં અમારો ફાળો આપવો એ અમારી પવિત્ર ફરજ છે. મતદાન કરવા અશક્ત હોવા છતાં હું મારા દીકરાની સહાયથી પણ મતદાન કરવા આવ્યો છું, મતદાનની ફરજ સૌવે અવશ્ય નિભાવવી જોઈએ.”

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રેમ્પની સુવિધા, વ્હીલચેરની ઉપલબ્ધતા અને મતદાન મથકના સ્વયંસેવકો દ્વારા તેમને આપવામાં આવતી પ્રાથમિકતાને કારણે આ વડીલો કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW