આયુષ હોસ્પિટલના નામાંકિત ડો.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક મોટી સિદ્ધિ : મરણાવસ્થામા આવેલા હ્રદય બંધ પડી ગયેલા વેન્ટિલેટર પરના દર્દીને નવું જીવન આપ્યું.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

27 એપ્રિલ, 2026 ના રોજ 78 વર્ષના વૃદ્ધ મહિલા દર્દી વહેલી સવારે આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમા આવ્યા, ત્યારે ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને હ્રદયનો હૂમલો આવતા દર્દીનું હ્રદય બંધ પડી ગયેલુ હતું અને તાત્કાલિક હ્રદય ને કૃત્રિમ રીતે CPR આપીને દર્દીનું બંધ પડી ગયેલુ હ્રદય ફરીથી ધબકતું કરવામાં આવ્યુ હતુ, દર્દીનું બી.પી. માપી ન શકાય એટલુ ઓછુ હતુ, દર્દીને તાત્કાલીક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા, દર્દીને પલ્મોનરી એડીમા નામની ગંભીર બીમારી લાગુ પડેલી હતી તેમજ ફેફસામાં ચેપ ફેલાયેલો હતો, કિડની પર ડેમેજ થયુ હતુ, દર્દીના શરીરમાં લોહીની ટકાવારી અત્યંત ઓછી હતી. આમ દર્દી ની અતિ ગંભીર હાલત ને ધ્યાનમાં લેતા તેમને આયુષ હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમા ડો. સત્યજીતસિંહ જાડેજાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા અને દર્દીની સારવાર ખુબ સફળતાપૂર્વક થતા માત્ર એક અઠવાડિયા બાદ દર્દીની હોસ્પિટલ માથી રજા કરવામાં આવી હતી.

આમ આયુષ હોસ્પિટલમા ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા આવા જ જીવન મરણના અતિ ગંભીર અને પડકારભર્યા કેસ મા દર્દીને સફળતાપૂર્વક નવજીવન આપીને અનેક પરિવારો ને આશાની એક ઉમ્મીદ ની સાથે ખુશી સતત આપવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW