ગણતરીની કલાકોમાં મો.સા. ચોરીનો ભેદ ઉકેલ્યો: વાંકાનેર સીટી પોલીસની ઝડપી કામગીરી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર:
મોરબી જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસએ મો.સા. ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા ના માર્ગદર્શન હેઠળ તથા પો.ઈન્સ્પેક્ટર વી.એસ. સિંધવના નેતૃત્વમાં ટીમે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને માહિતી મળી કે ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે એક શખ્સ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જતો જોવા મળ્યો હતો.

પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા શંકાસ્પદ ઈસમ મળી આવ્યો. પૂછપરછ દરમિયાન તેણે ગલ્લા-તલ્લા કર્યા બાદ અંતે કબૂલાત કરી કે વાંકાનેરના બંધુસમાજ હોસ્પિટલ પાસે શ્રીજી નિવાસ નજીકથી મો.સા. ચોરી કરી હતી.

પકડાયેલ આરોપી:

અલિહુસેન કુર્બાનહુસેન લક્ષ્મિધર (વ્હોરા), રહે- ભગવતીપરા, રાજકોટ

કબ્જે કરેલ મુદ્દામાલ:

સુઝુકી એક્સેસ મોટરસાયકલ (નંબર: GJ-03-JN-9244)

અંદાજિત કિંમત: રૂ. 30,000/-

પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી, ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW