મોરબી જિલ્લામાં કાર બાઈક ઉપર સ્ટંટ કરનારા ચેતી જજો પોલીસની છે બાજ નજર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

નાનીબરાર ગામના સગીર વયના બાળકને સ્કોર્પિયો ચલાવ્યાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો બાદ પિતાને મોરબી ટ્રાફીક પોલીસનુ તેડું આવ્યું

મોરબી ટ્રાફિક પોલીસ સ્ટાફ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હોય તે દરમ્યાન સોશીયલ મીડીયા પેઇઝ ઉપર એક સગીર વયનો કિશોર કાળા કલરનો સ્કોરપીયો કાર ચલાવતા હોવાનો એક વિડિયો સોશીયલ મીડીયામા વાયરલ થયેલ જે બાબતે પોલીસ અધિક્ષકએ તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવતા.
જે વિડીયો જોતા સોશીયલ મીડીયામા વિડીઓ અપલોડ કરેલ તેનુ આઇ.ડી સર્ચ કરતા વાહન માલીક માળીયા તાલુકાના નાની બરારના રહેવાશી હોય જે જેનુ નામ સરનામુ તપાસ કરતા વસંતભાઇ ગોવીદભાઈ બકુત્રાનુ જણાયેલ હોય જેથી તેઓનો સંપર્ક કરી આ બાબતે આજે તેમને તથા તેમના સગીર વયના પુત્રને ગાડી સાથે બોલાવતા જે કાર નંબર GJ-36-AR-7037 વાળી હોવાનું જણાવેલ આ બાબતે પુછપરછ કરતા પોતે જણાવેલ કે આ ગાડી પોતાનો સગીર વયનો પુત્ર એ ચલાવેલ હોય જે બાબતનો વિડિયો બનાવી સોશીયલ મિડીયામા અપલોડ કરેલ જેથી તેઓને નામદાર જુવેનાઇલ કોર્ટ મોરબી નાઓને એમ.વી એક્ટ કલમ મુજબ એન.સી આપવામા આવેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW