શશાંક ગુપ્તાએ 96 ટકા સાથે મેળવ્યો પ્રથમ ક્રમ
મોરબી શહેરની જાણીતી જનતા ક્લાસિસના ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓએ વર્ષ 2025-26ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શન બદલ જનતા ક્લાસિસ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
પરિણામ મુજબ શશાંક ગુપ્તાએ 96.00 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે કશ્યપ પટેલે 92.60 ટકા સાથે દ્વિતીય અને કર્તવ્ય કથરાણીએ 91.60 ટકા સાથે તૃતીય ક્રમ મેળવ્યો હતો.
આ ઉપરાંત ઓમ કારિયા 89.20 ટકા, જૈનિશા પટડિયા 88 ટકા, બંસરી અદેસરા 88 ટકા, કૃષા ફુલતરિયા 88 ટકા, જાનવી જોશી 87 ટકા, મૈત્રી સેજપાલ 87 ટકા, કિશન પંડિત 86.20 ટકા, દ્રાચી જાલરિયા 85.20 ટકા, રોહન પોપટ 85 ટકા તથા પ્રેમ ગઢવીએ 85 ટકા મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી હતી.
વિદ્યાર્થીઓની આ સફળતા બદલ જંતા ક્લાસિસના પ્રવિણભાઈ વી. કક્કડ તથા નિર્મિતભાઈ પી. કક્કડે વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ ધોરણ 11-12 કોમર્સ તેમજ B.Com., B.B.A. અને M.Com. માટે એડમિશન પ્રક્રિયા શરૂ હોવાનું પણ જણાવાયું છે.


