આંદેરણા ગામ નજીક કારમાંથી ₹3.76 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આંદેરણા ગામ સામે પાધેડા વિસ્તારમાં રેઇડ કરી સફેદ રંગની હુન્ડાઇ વેરના કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી 960 બોટલ ઇંગ્લિશ દારૂ (કિંમત ₹76,800) તેમજ GJ-01-KP-1882 નંબરની કાર (કિંમત ₹3 લાખ) સહિત કુલ ₹3,76,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW