રાજકોટ રેન્જ ટીમે હળવદના ટીકર ગામ નજીક બ્રમ્હાણી નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપ્યું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

1 ડમ્પર, 1 હિટાચી અને 1 હોડકું સહિત ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી: સરકારની સંપત્તિ અને કુદરતી સંસાધનોને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર ખનનકારો સામે રાજકોટ રેન્જ પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકર ગામની સીમમાં બ્રમ્હાણી નદીના કાંઠે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ કરી આશરે રૂ. 80 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક *નિર્લિપ્ત રાય (IPS)**ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એન. મોરી, બી. સી. મિયાત્રા, સી. એમ. કાંટેલિયા તેમજ સ્ટાફના સભ્યો ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમાર દ્વારા કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન ટીકર ગામ નજીક બ્રમ્હાણી નદીના કાંઠે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

કાર્યવાહી દરમિયાન એક ડમ્પર, એક હિટાચી મશીન અને એક હોડકું સહિત કુલ અંદાજે રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પકડાયેલા ઇસમો અને જપ્ત કરાયેલ મુદ્દામાલને હળવદ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પણ જાણ કરી નિયમ મુજબની દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW