અપહરણના ગુનામાં ફરાર આરોપી એસ.ઓ.જી.ના હાથે ઝડપાયો, AHTUને સોંપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી નિતિનભાઈ ઉર્ફે નીક ગંગારામભાઈ પરમાર (ઉ.વ. 26), રહે. બાદનપર, તા. મોરબી, જી. મોરબીને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

આ કામગીરી દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખી ભોગ બનનાર સાથે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી નિતિનભાઈ ઉર્ફે નીક પરમારને હસ્તગત કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મોરબી AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ)ને સોંપવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW