સમથેરવા પ્રાથમિક શાળાને મળશે રૂ. 1 કરોડનું દાન
વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળાના વિકાસ માટે સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત ‘લાઈફ’ પ્રોજેક્ટ દ્વારા રૂ. 1 કરોડના ખર્ચે 12 નવા વર્ગખંડ, કોમ્પ્યુટર લેબ અને સેનિટેશન સુવિધાઓ 100 ટકા અનુદાનથી બાંધી આપવા માટે જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સાથે MOU કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી અને ટ્રસ્ટ વચ્ચે તા. 15 જૂન 2026ના રોજ આ મહત્વપૂર્ણ કરાર સંપન્ન થયો હતો. આ પ્રકલ્પથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું ઉપલબ્ધ બનશે.





