જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં પાંચ ગામોની સંયુક્ત કાર અને બાઈક રેલી આવતીકાલે સવારે યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં જુનાઘાટીલા વેજલપર ખાખરેચી કુંભારીયા વેણાસર એમ પાંચેય ગામોની સંયુક્ત રીતે કાર અને બાઈક રેલીનુ આયોજન આવતીકાલે તા.૩ જુલાઈ ૨૦૨૬ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો સહીત ગામના તમામ ભાઈઓને જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં જોડાવા હાકલ કરાઈ છે જે રેલી સવારના ૮:૩૦ કલાકે જુનાઘાટીલા ગામેથી પ્રસ્થાન કરીને ૮:૪૫ કલાકે વેજલપર પહોંચશે અને ૯:૦૦ કલાકે ખાખરેચી પહોંચશે જ્યાં વેણાસર અને કુંભારીયા ગામના ખેડૂતો અને યુવાનોને સ્વયંભુ રીતે જોડાવા હાકલ કરાઈ છે ખાખરેચી ગામેથી સવારે ૯ વાગ્યે રેલી રવાના થઇને અણીયારી ચોકડી ૯:૩૦ પહોંચશે જ્યાં થોડો હોલ્ડ કરીને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ તે માટે ત્યાં એકત્રિત થઈને ફરી રેલી ત્યાંથી જેતપર તરફ રવાના થશે તો આ કાર બાઈક રેલીમાં જેમ બંને તેમ આસપાસના ગ્રામજનોને મોટી સંખ્યામાં ખેડૂતોની એકતા અને ઉપવાસ આંદોલનને સમર્થન આપવા રેલીમાં જોડાવા જાહેર અપીલ કરવામાં આવેલ છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW