મોરબીમાં મોન્સૂન દરમિયાન 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત, ઇમરજન્સી માટે જાહેર કરાયા હેલ્પલાઇન નંબર

Advertisement
Advertisement
Advertisement

મોરબી: આગામી મોન્સૂન સિઝનને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુરક્ષા અને સુવિધા માટે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાએ જાહેર અપીલ કરી છે કે વરસાદ દરમિયાન પાણી ભરાવા, ડ્રેનેજ, વૃક્ષ ધરાશાયી થવા સહિતની મોન્સૂન સંબંધિત કોઈપણ સમસ્યા કે ઇમરજન્સી અંગે તાત્કાલિક જાણ કરવા માટે શહેરીજનો કંટ્રોલ રૂમનો સંપર્ક કરે.

મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા કંટ્રોલ રૂમના ફોન નંબર નીચે મુજબ છે:

– (02822) 220552
– (02822) 220553

મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરીજનોની સુખાકારી અને આપત્તિ સમયે ઝડપી રાહત તથા ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત સમયે નાગરિકોને ઉપરોક્ત હેલ્પલાઇન નંબરોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW