મોરબી તાલુકા પોલીસે વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપી ઝડપ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે અનડિટેક્ટ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી ચોરાયેલું વાહન કબજે કર્યું છે.

પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલી બાતમી મુજબ ધરમપુર રોડ પર સુરાપુરા દાદાના મંદિર પાસે દરોડો પાડી **અલારખાભાઈ કાસમભાઈ કાણા (રહે. વનાળીયા, તા. જી. મોરબી)**ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી અંદાજિત રૂ. 70,000 કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એ-પાર્ટ ગુ.ર.નં. 1392/2026, BNS કલમ 303(2) હેઠળના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW