ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા આયોજિત 35 મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026, જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જે હાલ મા ગાંધીનગર મુકામે રમાય રહેલ છે,
ગુજરાત ના 23 જેટલા જિલ્લા ઓ એ આ સ્પર્ધા માં ભાગ લીધેલ છે, બધી ટીમો ને 7 ગ્રુપ માં વહેચવામાં આવી છે, જેના ગ્રુપ સ્ટેજ ના મેચ ચાલુ છે,
મોરબી ના ગ્રુપ માં સુરેન્દ્રનગર અને દાહોદ ની ટીમો હતી, મોરબી ની ટીમ એ પોતાના ગ્રુપ સ્ટેજ માં શાનદાર રમત નું પરફોર્મન્સ આપી સુરેન્દ્રનગર ને 5-3 ગોલ થી તેમજ દાહોદ ને 9-0 ગોલ થી મ્હાત કરી જોરદાર રમત નું પ્રદર્શન કરેલ હતું, અને મોરબી ની ટીમ નું ક્વાર્ટર ફાઇનલ માં નામ સુનિશ્ચિત કરેલ છે , હવે આગામી ક્વાર્ટર ફાઇનલ મેચ મજબૂત ગણાતી અહમદાબાદ ટીમ સાથે રમાશે, આશા રાખીએ કે મોરબી ની ટીમ આ કઠિન ગણાતા મેચ માં પણ જીતી ને સેમી ફાઇનલ માં પહોંચે,
મોરબી ની ટીમ માં અભિનાશ દુબે (બંટી સર) ની આગેવાની માં New Era Global school ના અને ગ્રીન વેલી સ્કૂલ તેમજ Soccer star football academy ના ખેલાડીઓ તેમજ રાજકોટ ના ખેલાડીઓ એ ભાગ લીધેલ છે,
વરસાદી વાતાવરણ અને પરીક્ષા ના માહોલ વચ્ચે ફૂટબોલ રમત નું જોર હવે મોરબી માં પણ જોવા મળે છે, જે ભવિષ્ય માં મોરબી ના ખેલાડીઓ માટે એક સારા સમાચાર છે,
આ તબક્કે મોરબી જીલ્લા ફૂટબોલ એસોસિયેશન ના પ્રમુખ દેવેન ભાઈ રબારી, સેક્રેટરી જીતુભાઈ રબારી તેમજ ફૂટબોલ કોચ મુસ્તાક સુમરા એ તમામ ખેલાડીઓ ને શુભેચ્છા પાઠવેલ છે,


