ગાળા ગામની સીમમાં જુગાર પર મોરબી તાલુકા પોલીસનો દરોડો : 9 શખ્સ ઝડપાયા, ₹2.92 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરતા ગાળા ગામની સીમમાં આવેલા એક વાડી વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ ₹2.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષક મોરબી અને નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તે અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે ગાળા ગામની સીમમાં વિનોદભાઈ બચુભાઈ કડીવારની કબ્જા ભોગવટાની વાડીમાં રેડ કરવામાં આવી હતી. ત્યાં ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા કુલ 9 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 2,16,000 તથા 9 મોબાઇલ ફોન કિંમત રૂ. 76,000 મળી કુલ રૂ. 2,92,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ સામે ગુજરાત જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ

1. હર્ષદભાઈ મધુસુદનભાઈ હળવદીયા (રહે. જેતપર, મોરબી)
2. અશ્વિનભાઈ હિરજીભાઈ ભટાસણા (રહે. શાસ્ત્રીનગર, મોરબી)
3. ભાવેશભાઈ ઉર્ફે ભગીરથભાઈ રૂપાભાઈ અમૃતીયા (રહે. જેતપર, મોરબી)
4. વિજયભાઈ ધનજીભાઈ ચાડમીયા (રહે. રવાપર, મોરબી)
5. જયદીપભાઈ અવચરભાઈ કગથરા (રહે. શુકન એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી)
6. પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ ઝાલા (રહે. અમરનગર, મોરબી)
7. ગણપતભાઈ મનહરભાઈ જાનવા (રહે. જેતપર, મોરબી)
8. જયંતીલાલ હરજીવનભાઈ કડીવાર (રહે. વાઘપર, મોરબી)
9. વિનોદભાઈ બચુભાઈ કડીવાર (રહે. વાઘપર, મોરબી) – વાડીના કબ્જેદાર

ફરાર આરોપી

– લલીતભાઈ તીકમલશીભાઈ ઉર્ફે તીકુભાઈ સંઘાણી (રહે. જેતપર, મોરબી) હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW