ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી

Advertisement
Advertisement
Advertisement

મોરબી : 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા વધુ એક માનવતાભર્યું કાર્ય કરી ઘરેથી નીકળી ગયેલી એક વયોવૃદ્ધ મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જાણ કરવામાં આવી હતી કે એક અજાણી વયોવૃદ્ધ મહિલા ગભરાયેલી અને ચિંતિત હાલતમાં જોવા મળી રહી છે, જેથી તેમની મદદ માટે 181 અભયમ ટીમની જરૂર છે.

માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ નિતેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ મહિલાને સુરક્ષિત જગ્યાએ બેસાડીને સંભાળ રાખી હતી. ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી તેમની સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

સંવેદનશીલતા પૂર્વક કરવામાં આવેલા કાઉન્સેલિંગ દરમિયાન વૃદ્ધ મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમના પતિ નાની-નાની બાબતોમાં વારંવાર ઝઘડો કરતા હોવાથી તેમને દુઃખ લાગ્યું હતું અને કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.

ત્યારબાદ અભયમ ટીમે મહિલાએ આપેલા સરનામાના આધારે તેમના નિવાસસ્થાને પહોંચી તેમને સહીસલામત પરિવારને સોંપ્યા હતા. સાથે જ પરિવારના સભ્યોનું યોગ્ય કાઉન્સેલિંગ કરી જરૂરી સલાહ-સૂચનો, માર્ગદર્શન તેમજ કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. ભવિષ્યમાં ઝઘડા ન કરવા, મહિલાનું યોગ્ય ધ્યાન રાખવા તેમજ પ્રેમ અને સમજૂતી સાથે પરિવારિક જીવન વ્યતીત કરવા સમજાવવામાં આવ્યું હતું.

વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન થતાં પરિવારજનોએ રાહત અનુભવી હતી અને 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW