પારદર્શક અને સુચારુ વહીવટ અન્વયે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મહેસૂલી કર્મચારીઓનો બદલી કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

વિશેષ સોફ્ટવેરના માધ્યમથી સિનિયોરિટી અને મેરિટ મુજબ ૨૯ નાયબ મામલતદાર, ૬ ક્લાર્ક અને ૫ નવનિયુક્ત તલાટીઓને ઓન-ધી-સ્પોટ મળી કચેરીની ફાળવણી

ડિજિટલ ટ્રાન્સપરન્સી લાવવા ખાસ સોફ્ટવેર વિકસાવી વિવિધ કચેરીઓની ખાલી જગ્યાઓ ભરાઈ

મોરબી જિલ્લામાં મહેસૂલી વહીવટને વધુ ગુણવત્તાસભર, ઝડપી અને સંપૂર્ણ પારદર્શક બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ મહેસૂલી મહેકમનો વિશેષ ‘જાહેર બદલી કેમ્પ’ યોજાયો હતો.

સરકારી નિયમોનુસાર એક જ કચેરી કે ટેબલ પર ત્રણ વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓની બદલી પ્રક્રિયાને સંપૂર્ણ સુદ્રઢ બનાવવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસૂલી મહેકમના ૨૯ નાયબ મામલતદાર, ૬ ક્લાર્ક તથા ૫ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓ મળીને કુલ ૪૦ કર્મચારીઓને આવરી લેવાયા હતા.

આ બદલી કેમ્પમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે વિશેષ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરની સીધી ઉપસ્થિતિમાં આ સોફ્ટવેરના માધ્યમથી જ કર્મચારીઓને સિનિયોરિટી અને મેરિટ ક્રમ મુજબ તેમની પસંદગી દર્શાવવાની ઓપન તક આપવામાં આવી હતી. બદલીઓમાં સંપૂર્ણ પારદર્શિતા લાવીને વિવિધ કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી હતી.

આ તકે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ નવનિયુક્ત તલાટીઓ તથા નવી જગ્યાએ નિયુક્ત થયેલા નાયબ મામલતદારો અને ક્લાર્કને પ્રજાભિમુખ, ત્વરિત અને નિષ્ઠાપૂર્વક સેવાઓ પૂરી પાડી જિલ્લાના વહીવટને વધુ સુદ્રઢ બનાવવાની શુભેચ્છાઓ સાથે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW