મોરબીમાં જુગારધામ પર કચ્છ બોર્ડર રેન્જનો દરોડો, કોંગ્રેસ આગેવાન સહિત 4 ઝડપાયા!

Advertisement
Advertisement
Advertisement

રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચના હેઠળ કચ્છ બોર્ડર રેન્જની ટીમે મોરબીના ઘુંટુ રોડ વિસ્તારમાં જુગારધામ પર અચાનક દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે.

દરોડા દરમિયાન જુગાર રમતા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓમાં કોંગ્રેસ આગેવાન અને ગત મનપા ચૂંટણીમાં મોરબી વોર્ડ નંબર-9ના કોંગ્રેસ ઉમેદવાર જયેશ કાલરીયા અને આમ આદમી પાર્ટીના ના ઉમેદવાર જે.બી.અધારા નો પણ સમાવેશ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

પોલીસે સ્થળ પરથી અંદાજીત રૂ. 1,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ મુદ્દામાલની ગણતરી તેમજ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને તપાસ મોરબી બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW