જૂનાગઢ: સુમિતભાઈ દેવમુરારી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

જૂનાગઢ ખાતે સ્વ. ભીખારામભાઈ દેવમુરારી અને સ્વ. ચંદ્રિકા બેન દેવમુરારીના લાડલા પુત્ર સુનિત દેવમુરારીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન મહાદાનના સંદેશ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે.

આ કેમ્પ તા. 08 ઓગસ્ટ, 2026 (શનિવાર)ના રોજ સવારે 9:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું સ્થળ સોરઠીયા રાજપૂત સમાજ, અંજની પેટ્રોલ પંપ વાળી ગલી, સોમનાથ હાઇવે, જૂનાગઢ રાખવામાં આવ્યું છે.

આયોજક ભાર્ગવભાઈ દેવમુરારી દ્વારા વધુમાં વધુ રક્તદાતાઓને આ માનવસેવાના કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આયોજકનો સંપર્ક નંબર 9913447733 અને 9726781682 છે.

આયોજકોના જણાવ્યા મુજબ, “રક્તદાન મહાદાન”ના ભાવ સાથે દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરીને કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવું જીવન આપવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવું જોઈએ. “તમારું એક યુનિટ રક્ત કોઈના માટે જીવનદાયી સાબિત થઈ શકે છે.”

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW