મોરબી માટે ગૌરવની ક્ષણ : ડૉ. રાહુલ છતલાણીનો “100 International Physiotherapy Icons”માં સમાવેશ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ હેઠળ કાર્યરત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણી (PT)નો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત PhysioTimes દ્વારા જાહેર કરવામાં આવેલા **“100 International Physiotherapy Icons”**માં સમાવેશ થતાં મોરબીનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર રોશન થયું છે.

ફિઝિયોથેરાપી ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, ક્લિનિકલ પ્રેક્ટિસ, નેતૃત્વ અને નવીનતા માટે આપવામાં આવતું આ સન્માન ડૉ. રાહુલ છતલાણીની વ્યાવસાયિક યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.

ડૉ. રાહુલ છતલાણી છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી ફિઝિયોથેરાપી શિક્ષણ, સંશોધન અને ક્લિનિકલ ક્ષેત્રે કાર્યરત છે. તેમના 30થી વધુ સંશોધન લેખો પ્રતિષ્ઠિત તેમજ SCOPUS અને Web of Science ઇન્ડેક્સ્ડ જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. તેઓ ફિઝિયોથેરાપી શિક્ષણમાં ગુણવત્તા, સંશોધન અને પુરાવા આધારિત પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે.

આ આંતરરાષ્ટ્રીય સન્માન માત્ર ડૉ. રાહુલ છતલાણીની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ તેમજ સમગ્ર મોરબી માટે પણ ગૌરવની ક્ષણ છે. તેમની આ સિદ્ધિથી મોરબીના ફિઝિયોથેરાપી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે.

આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ડૉ. રાહુલ છતલાણીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW