‘મોરબી ટાઇમ્સ’ના નામે ખોટી પત્રકાર તરીકે ઓળખ આપી લૂંટ અને બળજબરીથી નાણાં પડાવનાર શખ્સ સામે PASA

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી-એ ડિવિઝન પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલ્યો

મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ‘મોરબી ટાઇમ્સ’ નામથી ફેસબુક પેજ ચલાવી ખોટી પત્રકાર તરીકે ઓળખ આપીને નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક નાણાં પડાવવા, લૂંટ કરવા સહિતની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સ સામે મોરબી સીટી-એ ડિવિઝન પોલીસે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ શહેરમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહી અંતર્ગત પોલીસના જણાવ્યા મુજબ, વિશાલભાઈ પ્રદીપભાઈ સેજપાલ, ઉંમર ૪૨ વર્ષ, રહે. ચીચાકંદોઈ શેરી, નહેરુગેટ નજીક, મોરબી વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. આરોપી દ્વારા ‘મોરબી ટાઇમ્સ’ નામથી ફેસબુક પેજ ચલાવી પોતે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક નાણાં પડાવવા અને લૂંટ સહિતના ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનો પોલીસનો દાવો છે.

આ ઉપરાંત, આરોપી પોતાના ફેસબુક પેજ પર સગીર વયના બાળકોના વીડિયો અપલોડ કરતો હોવાની પણ પોલીસ દ્વારા નોંધ લેવામાં આવી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પાસાની દરખાસ્તને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

પાસા વોરંટની બજવણી કરી મોરબી સીટી-એ ડિવિઝન પોલીસે આરોપીને સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.

પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW