હળવદમાં PI કે.કે. દરબાર એ ચાર્જ સંભાળતા જ જુગારીઓ પર ધોસ!

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો દરોડો, ૬ ઝડપાયા

રૂ.૧.૬૧ લાખની રોકડ સહિત મુદ્દામાલ કબજે, વાડી માલિક સહિત એક આરોપી ફરાર

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપર) ગામની સીમમાં વાડી ખાતે ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડી કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.૧,૬૧,૫૦૦ની રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના મળી કુલ રૂ.૧,૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે ચંદ્રગઢ (લીલાપર) ગામની સીમમાં વિષ્ણુભાઈ જેરામભાઈ હડીયલની વાડીમાં જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં નાનજીભાઈ સુખાભાઈ હડીયલ, રમેશભાઈ જહાભાઈ ચાવડા, ચંદુભાઈ બેચરભાઈ તારબુંદિયા, તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી, જગદીશભાઈ શંકરભાઈ સોનગ્રા અને શામજીભાઈ મોહનભાઈ લોદરીયાનો સમાવેશ થાય છે.

જ્યારે વાડીના માલિક વિષ્ણુભાઈ જેરામભાઈ હડીયલ/દલવાડી પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મળી આવ્યા ન હોવાથી તેમને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧,૬૧,૫૦૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ મળી કુલ રૂ.૧,૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે હળવદ પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW