ટંકારા પોલીસે જુગારધામ પર દરોડો પાડી 6 શખ્સોને ઝડપી પાડ્યા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા-લતીપર રોડ પર ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં ટંકારા પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.92,500, મોબાઇલ ફોન-6 સહિત કુલ રૂ.1,52,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં નીરજભાઈ પ્રવીણભાઈ કુકડીયા, નવઘણભાઈ હીરાભાઈ ઝાપડા, આશિષભાઈ રમેશભાઈ રાઠોડ, સાગરભાઈ જયંતીભાઈ રૂપાલા, કેવલભાઈ નરશીભાઈ કલોલા અને પ્રવીણભાઈ પરસોતમભાઈ કાવરનો સમાવેશ થાય છે.

ટંકારા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW