મોરબીમાં “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત ટી.એચ.આર. (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) તથા મિલેટ (શ્રીઅન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત આજે મોરબી ઘટક-૨ના ઘટક કક્ષાનો પૌષ્ટિક વાનગી સ્પર્ધા કાર્યક્રમ રામવાડી, મહેન્દ્રનગર ખાતે સીડીપીઓ ભાવનાબેન ચારોલાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમમાં સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન રોહન રાંકજા, કોર્પોરેટર રમાબેન, બ્રહ્માકુમારી સેન્ટર તરફથી અલ્કા દીદી તથા ધનગૌરીબેન, ભરતનગર પી.એચ.સી. સેન્ટરના સી.એચ.ઓ. ડો. વિજય આર. અગોલા, રમાબેન, શાશ્વત ગ્રુપ હોસ્પિટલના સેન્ટર હેડ ડો. અંકિતા પટેલ સહિત મુખ્ય સેવિકાશ્રીઓ તેમજ મોરબી ઘટક-૨ના તમામ આંગણવાડી કેન્દ્રોના વર્કર અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્પર્ધામાં આંગણવાડી વર્કર બહેનોએ ટી.એચ.આર. અને મિલેટમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી પોતાની સર્જનાત્મકતા અને પોષણ અંગેની સમજ રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઘટક કક્ષાએ શ્રેષ્ઠ સ્થાન મેળવનાર વર્કર બહેનોને મોમેન્ટો તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વર્કર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ મિલેટ સહિત પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ વધારવા અને પોષણયુક્ત આહારને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW