વાંકાનેરમાં દેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ઝડપાઈ: નીતિન અગેચાણીયા સહિત બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી : વાંકાનેર સીટી પોલીસે જડેશ્વર રોડ પંચાસર ચોકડી ખાતેથી દેશી દારૂ ભરેલી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી ઝડપી પાડી છે. પોલીસે કુલ રૂ. ૪,૦૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી નીતિનભાઈ ધીરૂભાઈ અગેચાણીયા (રહે. લીલાપર, પ્રકાશનગર સોસાયટી, મોરબી) તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડ્યો છે.

પોલીસે ગાડીમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ, કિંમત રૂ. ૮૦,૦૦૦, બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ તથા ચાર મોબાઈલ ફોન કિંમત રૂ. ૨૯,૦૦૦ મળી કુલ રૂ. ૪,૦૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW