(અહેવાલ:મયંક દેવમુરારી)
રામાનંદી સાધુ સમાજ માટે વિશેષ રાસોત્સવ, બિઝનેસ જાહેરાત અને સ્પોન્સરશિપ માટે તક
રાજકોટ: સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રામાનંદી સાધુ સમાજ માટે ભવ્ય એક દિવસીય “રામાનંદી રાસોત્સવ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. રામાનંદી સાધુ સમાજ માટે આ રાસોત્સવ એક નવો ઇતિહાસ સર્જવાના હેતુથી યોજાશે.
આ રાસોત્સવમાં રામાનંદી સાધુ સમાજના ભાઈ-બહેનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે આનંદ અને ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાશે.
બિઝનેસ જાહેરાત અને સ્પોન્સરશિપની તક
રાસોત્સવના આયોજકો દ્વારા વ્યવસાયિકો અને સંસ્થાઓને પોતાની બિઝનેસ જાહેરાત તથા સ્પોન્સરશિપ માટે એક ઉત્તમ તક આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી બે વખત તમામ સ્પોન્સર્સની જાહેરાત કરવામાં આવશે.
કાર્યક્રમની વિગતો
– કાર્યક્રમ: ભવ્ય એક દિવસીય રામાનંદી રાસોત્સવ 2026
– તારીખ: 09/10/2026 (શુક્રવાર)
– સ્થળ: રાજકોટ
– પ્રવેશ: રામાનંદી સાધુ સમાજ માટે બિલકુલ ફ્રી (મફત)
– આયોજક: સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ, રાજકોટ
સંપર્ક માટે
રવિરાજભાઈ રામાવત
મો. 99249 55504
રામાનંદી સાધુ સમાજના ભાઈ-બહેનોને આ ભવ્ય રાસોત્સવમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.


