રૂ.6.26 લાખના મુદ્દામાલ સાથે LCBની કાર્યવાહી, ચોરીના 3 ગુના ડિટેક્ટ
હળવદ પો.સ્ટે. વિસ્તારમાં અલગ અલગ ગામોની સીમમાં ઇલેક્ટ્રિક કોપર કેબલ વાયર ચોરી કરતી ગેંગના 6 સભ્યો તથા ચોરીનો માલ રાખનાર એક સહિત કુલ 7 આરોપીઓને રૂ.6,26,100ના મુદ્દામાલ સાથે ગણતરીના સમયમાં ઝડપી પાડી એલ.સી.બી. મોરબીએ ચોરીના ત્રણ વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
હળવદ નજીક વેગડવાવ રોડ પર ડમ્પિંગ સ્ટેશન પાછળ અવાવરૂ જગ્યાએથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં ત્રણેય કેબલ ચોરીના ગુનાઓની કબૂલાત આપતા તમામને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓના નામ:
* અજય જીવરાજભાઈ કુંઢીયા (ઉ.વ.20), રહે. હળવદ.
* ચેતનભાઈ પરબતભાઈ જાગરીયા (ઉ.વ.24), રહે. હળવદ.
* નારણભાઈ ઉર્ફે હિતેશ વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.24), રહે. હળવદ.
* રાહુલભાઈ અમરતભાઈ ઉઘરેજીયા (ઉ.વ.23), રહે. હળવદ.
* પ્રવિણ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા (ઉ.વ.22), રહે. હળવદ.
* રાહુલ ઉર્ફે પૂચુ બાબુભાઈ ગોહિલ (ઉ.વ.21), રહે. હળવદ.
* સુનિલભાઈ અજીતભાઈ હળવદિયા (ઉ.વ.24), રહે. મહેન્દ્રનગર, મોરબી.
કબજે કરેલ મુદ્દામાલ: ત્રણ ચોરીના ગુનાઓમાંથી કાઢેલ આશરે 37 કિલો કોપર વાયર, કિંમત રૂ.48,100, ક્રેટા કાર નં. GJ 37 B 9282 કિંમત રૂ.5 લાખ તથા અન્ય ચોરીઓમાંથી મેળવેલ આશરે 60 કિલો કોપર વાયર કિંમત રૂ.78,000 મળી કુલ રૂ.6,26,100નો મુદ્દામાલ.
નોંધ: ત્રણેય ગુનાઓ હળવદ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા છે.


