મોરબી: મહિલાઓ માટે ITIમાં COPA ટ્રેડની તાલીમની તક

Advertisement
Advertisement
Advertisement

નમો લક્ષ્મી યોજના હેઠળ મળશે રૂ. ૧૫,૦૦૦ સુધીની આર્થિક સહાય

મહિલાઓને વ્યવસાયલક્ષી કૌશલ્ય તાલીમ સાથે રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં Computer Operator and Programming Assistant (COPA) ટ્રેડમાં મહિલાઓ માટે અલગ બેચની વ્યવસ્થા કરવામાં આવી છે.

COPA ટ્રેડ અંતર્ગત તાલીમાર્થીઓને કોમ્પ્યુટર ઓપરેટિંગ, પ્રોગ્રામિંગ તથા વિવિધ ડિજિટલ કૌશલ્યો અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં લેતા આ તાલીમ મહિલાઓ માટે રોજગાર તથા સ્વરોજગારની તકો ઊભી કરવામાં ઉપયોગી બની શકે છે.

આ ઉપરાંત, પાત્ર મહિલા તાલીમાર્થીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ રૂ. ૧૫,૦૦૦ સુધીની આર્થિક સહાય મળવાપાત્ર છે. જેથી કૌશલ્ય તાલીમ મેળવવાની સાથે મહિલાઓને આર્થિક પ્રોત્સાહન પણ મળી રહે છે.
મોરબી જિલ્લાના વધુમાં વધુ યુવતીઓ COPA જેવા કૌશલ્યલક્ષી તાલીમ અભ્યાસક્રમોમાં જોડાઈ તાલીમ મેળવી આત્મનિર્ભર બને તે માટે પાત્ર તાલીમાર્થીઓને નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરી પ્રવેશ તથા યોજનાની વિગતવાર માહિતી મેળવવા આઈ.ટી.આઈ ના આચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW