ભારે વરસાદને પગલે મોરબી મનપાનો ‘સ્વચ્છતા હિ સેવા’ અંતર્ગત યોજાનાર સફાઈ કાર્યક્રમ મોકૂફ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ ૫૦ જગ્યાએ યોજાનાર‘સ્વચ્છતા હિ સેવા’ અંતર્ગત આયોજિત કરવામાં આવનાર સફાઈ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ યોજાનાર સફાઈ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યક્રમની નવી તારીખ અંગેની જાણકારી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં આપવામાં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW