મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓએ દોર્યા અવનવા ચિત્રો.

મોરબી, અત્રેની પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી,જેમાં વર્ષ:-2047 ભારતની સ્વતંત્રતાને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત સામાજિક,આર્થિક, શૈક્ષણિક ક્ષેત્રે સંપૂર્ણ રીતે સશક્ત બને,વિકસિત બને, શિક્ષિત બને એવા શુભાષય સાથે વિકસિત ભારત-2047 નું વિઝન સાકાર થાય અને વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ ખીલે,વિકસિત ભારતના વિઝનને સમજે, જાણે એ માટે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ અવનવા ચિત્રો દોર્યા હતા,ચિત્ર સ્પર્ધાને સફળ બનાવવા આર્ટ & ક્રાફટ ડ્રોઈંગ ટીચર નિરાલીબેન જાવીયા તેમજ ઉપેન્દ્રભાઈ ફુલતરિયા, દયાલજીભાઈ બાવરવા,જયેશભાઈ અગ્રાવત,દિનેશભાઈ સાવરિયા ગીતાબેન અંદીપરા, હીનાબેન ચાવડા,નિમિષાબેન ચાવડા,ચાંદનીબેન સાંણજા,અશ્વિનભાઈ ક્લોલા, નિકિતાબેન કૈલા અલકાબેન કોરવાડિયા તેમજ ઈન્ચાર્જ આચાર્ય અરવિંદભાઈ કૈલા વગેરે આયોજન અને વ્યવસ્થાપન સભાળ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW