મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણૂક

Advertisement
Advertisement
Advertisement

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર (Co-opt Member) તરીકે નિમણૂક થતા મોરબીના કાનૂની ક્ષેત્રમાં ગૌરવની લાગણી છવાઈ છે.

દિલીપભાઈ અગેચણિયા છેલ્લા ૧૫ વર્ષથી સતત મોરબી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. આ ઉપરાંત માનનીય ચીફ જસ્ટિસશ્રીના શપથવિધિ સમારોહ સહિત વિવિધ મહત્વપૂર્ણ પ્રસંગોમાં તેમણે મોરબીનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું છે.

સમગ્ર ગુજરાતના જિલ્લા બાર એસોસિએશનોમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા એકમાત્ર ઉમેદવાર તરીકે પણ તેમની નોંધપાત્ર ઓળખ રહી છે. તેમજ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન ગ્રુપના સક્રિય સભ્ય તરીકે તેઓ નિયમિત રીતે મીટિંગોમાં હાજરી આપી મોરબીનું પ્રતિનિધિત્વ અને નેતૃત્વ કરતા રહ્યા છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકેની આ નવી જવાબદારી મળતા મોરબી બાર એસોસિએશન પરિવાર દ્વારા દિલીપભાઈ અગેચણિયાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

કાનૂની ક્ષેત્રે તેઓ આગામી સમયમાં પણ ઉત્કૃષ્ટ સેવાઓ આપતા રહે અને ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી મોરબી બાર એસોસિએશનના તમામ સભ્યો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW