મોરબી એલ.સી.બી. દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમોને પાસા હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરાતા (૧) અશ્વિનભાઈ નાથાભાઈ વાજા (ઉ.વ. ૨૪), રહે. ગુંદાખડા, તા. વાંકાનેરને જિલ્લા જેલ ભાવનગર તથા (૨) નાથા હરજી વાજા (ઉ.વ. ૫૦), રહે. ગુંદાખડા, તા. વાંકાનેરને જિલ્લા જેલ જૂનાગઢ ખાતે હવાલે કરવામાં આવ્યા છે.
બંને ઇસમોની તા. ૨૪/૦૯/૨૦૨૬ના રોજ તેમના રહેણાક મકાનેથી અટકાયત કરી પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.


