મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી ભાણેજ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર

Advertisement
Advertisement
Advertisement

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના અગ્રણી અનિલભાઈ સોમૈયા તથા ભાવનાબેન સોમૈયા નાં ભાણેજ સ્વ.સ્નેહલ હસમુખભાઈ પુજારા નું ચાર માસ પહેલા દુઃખદ અવસાન થયુ હતુ. તેની ચોથી માસિક પુણ્યતિથિએ પરિવારજનો દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે અનિલભાઈ સોમૈયા, ભાવનાબેન સોમૈયા, હસમુખભાઈ ચીમનલાલ પુજારા,?રાજભાઈ સોમૈયા, નંદનીબેન સોમૈયા સહીત ના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW