મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં શિયાળુ પાક માટે પાણી આપવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગ સમક્ષ ખેડૂતોના હિતમાં મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં શિયાળુ પાક માટે પાણી આપવા ખાસ ભલામણ કરી છે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગ, મોરબીને રજૂઆત કરતાં જણાવ્યું છે કે મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા માંગ કરવામાં આવી રહી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે અંતિમ તબક્કામાં વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતોના પાકના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના પરિણામે ખેડૂતોની આવક પર પણ અસર થવાની શક્યતા છે. બીજી તરફ, ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મચ્છુ-૨ ડેમ બે વખત ઓવરફ્લો થયો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે અને ખેડૂતોની સિંચાઈ માટે પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ ધારાસભ્યએ જણાવ્યું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાકમાં જીરું અને ઘઉંના વાવેતર માટે સિંચાઈનું પાણી ફાળવવામાં આવે, તેવી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સિંચાઈ વિભાગ સમક્ષ માંગણી સાથે ખાસ ભલામણ કરી છે.

ધારાસભ્યની આ રજૂઆતથી મચ્છુ-૨ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળવાની આશા જાગી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW