આજથી પાંચ દાયકા પહેલા નવા અભ્યાસક્રમની સાથે કંઈક બનવાની પ્રબળ ઈચ્છા સાથે મોરબીની ધ. વી. સી. ટેકનિકલ હાયસ્કુલમાં 1976 થી 1978 દરમિયાન 12 સાયન્સની પ્રથમ બેન્ચના અંદાજે 50 થી વધુ વિદ્યાર્થીઓ પરિવારજનો અપૂર્વ ઉત્સાહ સાથે વિદ્યાર્થી કાળની સંઘરી રાખેલી યાદોં ને વાગોળવા, તાજાકરવા સાથોસાથ મનભરીને આ સ્નેહમિલનને માણવા અધીરા બન્યા છે.
નવો અભ્યાસક્રમ, પુસ્તકો પુરા સમયસર મળે નહી, ટાંચા સાધનો, લેબોરેટરીનો પણ અભાવ, સદભાગ્યે.. પોતાના દરેક જૂના શિક્ષકો નવી તરાહની તૈયારી સાથે લાગેલા…અને…અનેક વિપરીત સંજોગો અને નવો અભ્યાસક્રમ કેટકેટલી સમસ્યાઓને પણ મહાત આપી કઠીન રાહોમાં કેડી કંડારી સફળતાના શિખરો સર કરનારા અને આજે ગુજરાત સહીત દેશભરમાં ગૌરવભેર પોતપોતાના વ્યવસાય કે અન્ય ક્ષેત્રોમાં રહી મોરબી સહીત ગુજરાતનું નામ રોશન કરવા સાથે રાષ્ટ્રભાવનાને સમર્પિત આ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત તત્કાલીન ગુરુજનોની ગુરુવંદના કરવા સાથે ભૂતકાળના સંસ્મરણો તાજા કરી વિદ્યાર્થી મિત્રો દ્વારા ગીતસંગીતની મોજ માણવા સાથે એ બચપણની યાદો તાજી કરી આત્મીયતા સભર ઘળીઓ માણસે અને ગુરુજનો પણ પોતાની આપેલ વિદ્યા – જ્ઞાનને પ્રકાશના પુંજ જેમ સમાજમાં સેવાભાવ સાથે પ્રકાશ ફેલાવનારા પોતાના શિષ્યોની પ્રગતિ જોઈ ગર્વનિ લાગણી અનુભશે
તા: ૪ ઓક્ટોબર, ૨૦૨૬, રવિવાર
સમય: સવારે ૯/૦૦ વાગ્યાથી સાંજ સુધી.
સ્થળ: નાલંદા વિદ્યાલય,વીરપર પાસે,મોરબી-રાજકોટ હાઈવે,મહિન્દ્રા કાર શોરૂમ વાળી શેરીમાં, મોરબી ખાતે યોજાનાર
અડધી સદીની દોસ્તીના આ પર્વને અવિસ્મરણીય, અકલ્પનિય બની રહે તે માટે આદરણીય ડો. ભાડેસીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્દુલાલ રાણપરા, યોગેશભાઈ પટેલ, દિલીપભાઈ સોલંકર સહિતના સર્વે મોરબી-મિત્રોની ટીમ ઉત્સાહભેર આયોજનને આખરી ઓપ આપી રહી છે.


